અખંડિતતા સાથે કાર્ય કરો

અમે જવાબદારીપૂર્વક કાર્ય કરીએ છીએ, પારદર્શક રહીએ છીએ અને અમારા નિર્ણયો તથા કાર્યો માટે પોતાને જવાબદાર માનીએ છીએ. અમે માત્ર એવા ભાગીદારો સાથે કામ કરીએ છીએ જે અમારા મૂલ્યો અને પ્રતિબદ્ધતાઓને વહેંચે છે.

અમે છેતરપિંડી, લાંચલૂચપત અથવા ભ્રષ્ટાચારને ક્યારેય સહન કરતા નથી અને તેમાં સામેલ પણ થતા નથી.

અયોગ્ય લાભ મેળવવા માટે અમે કોઈ પણ મૂલ્યવાન વસ્તુ - સીધી કે પરોક્ષ રીતે —આપતા, ઓફર કરતા, માંગતા અથવા સ્વીકારતા નથી, ભલે તે વ્યક્તિગત કારણોસર હોય કે વ્યવસાયિક કારણોસર, અને ભલે એવી પ્રથાઓને સ્થાનિક રિવાજ અથવા કાયદા દ્વારા મંજૂરી હોય.

 

અમે "ફેસિલિટેશન” ચૂકવણીઓ કરતા નથી; ઉદાહરણ તરીકે, રૂટીન સરકારી સેવાઓ ઝડપથી મેળવવા માટે કોઈ જાહેર અથવા સરકારી અધિકારીને ચૂકવણી કરતા નથી, ભલે એ સેવાઓ મેળવવાનો અમને હક હોય. વ્યક્તિગત સુરક્ષાને વાસ્તવિક અને તાત્કાલિક જોખમ હોય ત્યારે જ વ્યક્તિગત સુરક્ષા માટેની ચૂકવણીઓ મંજૂર છે. સુરક્ષિત થતા જ અમે આ પરિસ્થિતિની જાણ અમારા લાઈન મેનેજરને કરીએ છીએ.

 

વ્યવસાયના ભાગરૂપે અમે રોકડ, રોકડ સમકક્ષ અથવા મનોરંજન માટેની પ્રવાસ સુવિધાઓ આપતા કે સ્વીકારતા નથી.

આપણે એવી પરિસ્થિતિઓ ટાળીએ છીએ અને તેનો ખુલાસો કરીએ છીએ જ્યાં આપણા વ્યક્તિગત હિતો ABB ના હિતો સાથે (શક્ય હોય તો) સંઘર્ષ કરે છે.

આપણે એવી પરિસ્થિતિઓ ટાળીએ છીએ જ્યાં આપણા હિતો અને ABB ના હિતો વચ્ચે વાસ્તવિક અથવા સભવ્ય સંઘર્ષ હોઈ શકે.

 

જ્યાં વ્યક્તિગત હિતો અમારા નિર્ણય પર અસર કરી શકે તેવી સ્થિતિ હોય, ત્યાં અમે ABBની તરફથી નિર્ણય લેતા નથી અને એવો પ્રભાવ પણ પાડતા નથી. તેમાં સંબંધીઓ, નજીકના વ્યક્તિગત સંબંધો અથવા વ્યક્તિગત આર્થિક હિતોને લગતા નિર્ણયો સામેલ છે.

 

આપણે એવી બાહ્ય પ્રવૃત્તિઓ ટાળીએ છીએ જે ABB પ્રતિ આપણી જવાબદારીઓમાં હસ્તક્ષેપ કરે અથવા કંપનીની ખ્યાતિને નુકસાન પહોંચાડી શકે. આપણે ABB કામના સમયે બાહ્ય કાર્ય કરતા નથી અથવા આવી પ્રવૃત્તીઓ માટે ABB સંસાધનોનો ઉપયોગ કરતા નથી.

 

અમે ABBની પ્રક્રિયાઓ અનુસાર હિતોના સંઘર્ષનો વહેલી તકે અને સત્યનિષ્ઠાપૂર્વક ખુલાસો કરીએ છીએ અને તેને ઉકેલવા માટે યોગ્ય પગલાં લઈએ છીએ.

અમે ન્યાયસંગત અને સ્વતંત્ર રીતે સ્પર્ધા કરીએ છીએ અને તમામ એન્ટીટ્રસ્ટ તથા ન્યાયસંગત સ્પર્ધા સંબંધિત કાયદાઓનું પાલન કરીએ છીએ.

અમે એવા કાયદાઓનું પાલન કરીએ છીએ જે સ્પર્ધાને મર્યાદિત કરતી સમજૂતીઓ અથવા પ્રવૃત્તિઓને પ્રતિબંધિત કરે છે, જેમાં સ્પર્ધકો વચ્ચેની અથવા ચેનલ ભાગીદારો સાથેની ગોઠવણોનો સમાવેશ થાય છે. અમે જાણીએ છીએ કે બજારમાં પ્રબળ સ્થિતિ ધરાવતી કંપનીઓ પર આવા કાયદાઓ વધુ કડક નિયંત્રણો મૂકે છે. જ્યાં જરૂરી હોય ત્યાં, વિલીનીકરણ અને અધીગ્રહણ (M&A) તેમજ સહકાર સંબંધિત પ્રવૃત્તિઓ માટે અમે નિયમનકારી સમીક્ષા અથવા મંજૂરી મેળવીએ છીએ અને લાગુ પ્રક્રિયાઓનું પાલન કરીએ છીએ.

અમે વૈશ્વિક વેપાર અને પ્રતિબંધ સંબંધિત આવશ્યકતાઓનું પાલન કરીએ છીએ.

અમે તમામ લાગુ પડતા વેપાર કાયદાઓનું પાલન કરીએ છીએ. જેમાં પ્રતિબંધો, નિકાસ અને આયાત નિયંત્રણો તેમજ કસ્ટમ્સ સંબંધિત નિયમોનો સમાવેશ થાય છે.

 

અમે સરહદપારના વ્યવહારોનું મૂલ્યાંકન કરીએ છીએ અને જરૂરી હોય ત્યારે અમારી વસ્તુઓ (નિકાસિત કે આયાતિત), સંબંધિત પક્ષો, ગંતવ્યસ્થાન અથવા અંતિમ ઉપયોગ વિશેની કોઈપણ અનિશ્ચિતતા યોગ્ય સ્તરે ઉઠાવી તેનો ઉકેલ લાવીએ છીએ.

 

અમે ખાતરી કરીએ છીએ કે તમામ સરહદપારની લેવડદેવડ યોગ્ય રીતે વર્ગીકૃત અને દસ્તાવેજીકૃત થાય, માત્ર ચકાસાયેલા લોજિસ્ટિક્સ અને કસ્ટમ્સ ભાગીદારોનો જ ઉપયોગ થાય, અને જરૂરી તમામ સરકારી લાયસન્સ અથવા મંજૂરીઓ મેળવવામાં આવે

અમે ABBના વ્યવસાયિક હેતુઓને સમર્થન આપવા માટે સરકારો સાથે જોડાઈએ છીએ.

જ્યારે અમે જાહેર અથવા સરકારી અધિકારીઓ, નીતિનિર્માતાઓ અથવા નિયમનકારી સંસ્થાઓ સાથે સંપર્કમાં હોઈએ છીએ, ત્યારે અમે અમારા ઉત્પાદનો અને સેવાઓનું મૂલ્ય સત્યનિષ્ઠાપૂર્વક સમજાવીએ છીએ અને ખાતરી કરીએ છીએ કે અમે આપતી તમામ માહિતી સચોટ અને સુશોધિત હોય. અમે લોબિંગ, જાહેર ખરીદી અને સરકારી ફંડિંગને નિયંત્રિત કરતા તમામ નિયમો અને કાયદાઓનું પાલન કરીએ છીએ.

 

અમે નાણાકીય અથવા વસ્તુરૂપ રાજકીય દાન આપતા નથી અને રાજકીય પક્ષો, ઉમેદવારો અથવા અધિકારીઓને સમર્થન આપતા નથી.

 

અમે નિર્ણયને પ્રભાવિત કરવા માટે જાહેર અથવા સરકારી અધિકારીઓને ભેટ, પ્રવાસ અથવા આતિથ્ય આપતા નથી.

આપણે માત્ર એવા ભાગીદારો સાથે કામ કરીએ છીએ જે આપણા મૂલ્યો અને પ્રતિબદ્ધતાઓ શેર કરે છે.

અમે અમારા તમામ ભાગીદારો પાસેથી લાગુ પડતા કાયદાઓનું પાલન કરવાની અપેક્ષા રાખીએ છીએ. જોખમનું સંચાલન કરવા અને અમારી મૂલ્ય શ્રેણીને મજબૂત રાખવા માટે, અમે માત્ર એવા ભાગીદારો સાથે કામ કરીએ છીએ જે નૈતિકતા, માનવ અધિકારો, સુરક્ષા, પર્યાવરણીય જવાબદારી અને ટકાઉપણાં પ્રત્યેની અમારી મૂલ્યો અને પ્રતિબદ્ધતાઓને વહેંચે છે.

 

અમે અમારા ભાગીદારો પાસેથી અપેક્ષા રાખીએ છીએ કે તેઓ કાયદા, અમારી આચારસંહિતા, માનવ અધિકાર નીતિ અથવા સપ્લાયર આચારસંહિતાના કોઈપણ વાસ્તવિક અથવા સંભવિત ઉલ્લંઘનો વિશે અમને જાણ કરે. અમે ખાતરી કરીએ છીએ કે અમારા ભાગીદારો ABB Speak Up Helpline વિશે જાણે છે અને જો સમસ્યાઓ ઓળખાય તો સુધારણા અને સુધારાત્મક પગલાંમાં સહકાર આપે છે.

\

અમારી આચારસંહિતા વિશે વધુ જાણો

સુરક્ષિત અને ટકાઉ રીતે કાર્ય કરો

અમે લોકો અને આપણા ગ્રહની કાળજી રાખીએ છીએ. અમે વધુ સુરક્ષિત અને વધુ સમાવેશી કાર્યસ્થળો બનાવીએ છીએ, માનવ અધિકારોનો આદર કરીએ છીએ, પર્યાવરણીય અસર ઘટાડવા માટે કામ કરીએ છીએ અને જ્યાં અમે કાર્ય કરીએ છીએ તે સમુદાયોમાં સકારાત્મક ફેરફાર લાવવાનો પ્રયત્ન કરીએ છીએ.

સંપત્તિ અને ખ્યાતિનું રક્ષણ

અમે કંપનીની સંપત્તિ – જેમ કે સંવેદનશીલ માહિતી, બૌદ્ધિક સંપત્તિ, વ્યક્તિગત ડેટા અને કામ માટેના સાધનો-નો દુરૂપયોગ, ચોરી, ખોટ અથવા નુકસાનથી બચાવ કરવા માટે જવાબદાર છીએ.

વિશ્વાસ બાંધો અને ખુલ્લેઆમ બોલવાની સંસ્કૃતિને પ્રોત્સાહિત કરો

ABB ખુલ્લાપણું અને પારદર્શિતાની એવી સંસ્કૃતિ માટે પ્રતિબદ્ધ છે જ્યાં કર્મચારીઓ અને હિતધારકો સીધી ચર્ચા કરે છે અને બોલવામાં પોતાને સુરક્ષિત અનુભવે છે. Speak Up દ્વારા કરવામાં આવેલા અહેવાલ બદલ બદલો લેવા બાબતે અમે શૂન્ય સહનશીલતા રાખીએ છીએ અને અહેવાલિત ઉલ્લંઘનોની સમીક્ષા કરીને યોગ્ય કાર્યવાહી કરવા પ્રતિબદ્ધ છીએ.