સંપત્તિ અને ખ્યાતિનું રક્ષણ
અમે કંપનીની સંપત્તિ – જેમ કે સંવેદનશીલ માહિતી, બૌદ્ધિક સંપત્તિ, વ્યક્તિગત ડેટા અને કામ માટેના સાધનો-નો દુરૂપયોગ, ચોરી, ખોટ અથવા નુકસાનથી બચાવ કરવા માટે જવાબદાર છીએ.
અમે તમામ ગોપનીય માહિતી અને બૌદ્ધિક સંપત્તિનું રક્ષણ કરીએ છીએ અને અન્યો પાસેથી પણ એ જ અપેક્ષા રાખીએ છીએ.
અમે ABBને લગતા વિચારો, શોધો, જાણકારી (know-how) અને ગોપનીય વ્યવસાયિક માહિતીનું, તેમજ ગ્રાહકો અને ભાગીદારો પાસેથી વિશ્વાસપૂર્વક પ્રાપ્ત થયેલી માહિતીનું રક્ષણ કરવા માટે જવાબદાર છીએ. આ માહિતીનું રક્ષણ આપણા સ્પર્ધાત્મક લાભ અને અન્યોએ અમારા પર મૂકેલા વિશ્વાસને સુરક્ષિત રાખે છે.
અમે માહિતી માત્ર એવા લોકોને જ વહેંચીએ છીએ જેઓ અધિકૃત હોય અને જેમને તેની વાજબી વ્યવસાયિક જરૂર હોય. અમે ABBની સિસ્ટમોનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરીએ છીએ, માહિતીને યોગ્ય રીતે લેબલ કરીએ છીએ અને સંભાળીએ છીએ. અને યોગ્ય સુરક્ષા વ્યવસ્થાઓ લાગુ હોય ત્યારે જ માહિતી બાહ્ય રીતે વહેંચીએ છીએ.
ABBની બહાર નવા વિચારો, શોધો અથવા ગોપનીય માહિતી વહેંચતા પહેલાં અમે યોગ્ય નિષ્ણાતો સાથે ચકાસણી કરીએ છીએ. બૌદ્ધિક સંપત્તિનો ઉપયોગ કરતા પહેલાં અમે હંમેશા માલિકી અને અધિકૃતતા નિશ્ચિત કરીએ છીએ.
અમે વ્યક્તિગત ડેટાનું રક્ષણ કરીએ છીએ, તેને કાળજીપૂર્વક સંભાળીએ છીએ અને અન્યો પાસેથી પણ એ જ અપેક્ષા રાખીએ છીએ.
અમે વ્યક્તિગત ડેટા સાથે ખાસ કાળજીપૂર્વક વર્તીએ છીએ. અમે માત્ર સ્પષ્ટ અને કાયદેસર હેતુ માટે જરૂરી વ્યક્તિગત ડેટા એકત્ર કરીએ છીએ અને તેનો ઉપયોગ કરીએ છીએ, અને તે માત્ર જેટલો સમય જરૂરી હોય એટલો જ રાખીએ છીએ. અમે લાગુ પડતા કાયદાઓ અને ડેટા ગોપનીયતા માટે ABBના Binding Corporate Rules અનુસાર વ્યક્તિગત ડેટાનું રક્ષણ કરીએ છીએ.
જો વ્યક્તિગત ડેટા લીક થાય અથવા તેની સુરક્ષા ભંગ થાય, તો અમે તરત જ IS Service Deskને જાણ કરીએ છીએ.
અમે ABB અથવા કોઈપણ અન્ય કંપની વિશેની અંદરની માહિતીનો વ્યક્તિગત લાભ માટે ઉપયોગ કરતા નથી.
અમે ગોપનીય બિન જાહેર અથવા "અંદરની" માહિતી ગોપનીય રાખીએ છીએ, કારણ કે આવી માહિતી શેરોના ખરીદ, વેચાણ અથવા રાખવા સંબંધિત નિર્ણયોને પ્રભાવિત કરી શકે છે.
અમે ક્યારેય વ્યક્તિગત લાભ માટે અંદરની માહિતીનો ઉપયોગ કરતા નથી અને જેને તે જાણવાની મંજૂરી નથી એવા કોઈપણ વ્યક્તિ સાથે — જેમાં પરિવારજનો અને મિત્રોનો સમાવેશ થાય છે –એવી માહિતી વહેંચતા નથી.
અમે નિયમો અને હિસાબી સિદ્ધાંતો અનુસાર અમારી નાણાકીય માહિતી સચોટ અને પારદર્શક રીતે નોંધીએ છીએ અને અહેવાલ આપીએ છીએ.
રેકોર્ડ રાખવા અને અહેવાલ આપવા સંબંધિત બાબતોમાં અમે છેતરપિંડી, ખોટી રજૂઆત અથવા અન્ય અયોગ્ય વર્તન સહન કરતા નથી.
અમે એવી નાણાકીય લેવડદેવડ ઓળખવા માટે સતર્ક રહીએ છીએ જે પૈસા ક્યાંથી આવ્યા છે અથવા સંબંધિત પક્ષોને છુપાવવા માટે રચાયેલ હોય.
અમે ABBના બ્રાન્ડને મજબૂત બનાવવા અને ABBની ખ્યાતિનું રક્ષણ કરવા માટે સંચાર કરીએ છીએ.
અમે આપણા હેતુ, બ્રાન્ડ પોઝિશનિંગ અને કંપનીના મૂલ્યોને અનુરૂપ ઈમાનદારીપૂર્વક અને પારદર્શક રીતે સંચાર કરીએ છીએ.
સંચાર કરતા પહેલાં અમે વિચારીએ છીએ કે શું અમારી વાતો ભેદભાવપૂર્ણ, અપમાનજનક, હેરાનગતિજનક, ધમકીજનક અથવા બદનામકારક તરીકે જોવામાં આવી શકે છે. અમે ગોપનીયતા, ખાનગીપણું અને કાનૂની આવશ્યકતાઓનો આદર કરીએ છીએ.
અમે ખાતરી કરીએ છીએ કે અમારા સંદેશા સચોટ, તથ્યાધારિત અને ભ્રામક ન હોય. અમે ABBની તરફથી ત્યારે જ બોલીએ છીએ જ્યારે તે કરવા માટે અમને અધિકૃતતા આપવામાં આવી હોય.
આપણે માહિતી ટેક્નોલોજીનો જવાબદારીથી ઉપયોગ કરીએ છીએ.
અમે ABBની IT સિસ્ટમો અને ઉપકરણોનો જવાબદારીપૂર્વક અને માત્ર કાયદેસર વ્યવસાયિક હેતુઓ માટે જ ઉપયોગ કરીએ છીએ. અમે તેમને દુરૂપયોગ, ખોટ અથવા સાયબર હુમલાથી સુરક્ષિત રાખીએ છીએ.
અમે સાયબર જોખમો, કૌભાંડો અને અમને છેતરવાની કોશિશો વિશે સતર્ક રહીએ છીએ, જેમાં ઈમેલ, સંદેશા, કૉલ્સ અથવા કૃત્રિમ બુદ્ધિમત્તા દ્વારા તૈયાર કરાયેલ સામગ્રીનો સમાવેશ થાય છે. અમે શંકાસ્પદ લિંક્સ અથવા એટેચમેન્ટ્સ પર ક્લિક કરતા નથી અને શકાસ્પદ સુરક્ષા ઘટનાઓ તથા શંકાસ્પદ ઈમેલોની જાણ IS Service Deskને કરીએ છીએ.
અમે કૃત્રિમ બુદ્ધિમત્તાનું વિકાસ, અમલીકરણ અને ઉપયોગ એવી રીતે કરીએ છીએ જે સુરક્ષિત, કાનૂની, નૈતિક અને અમારા મૂલ્યો, શાસન માળખા અને જોખમ વ્યવસ્થાપન પદ્ધતિઓ સાથે સુસંગત હોય. કૃત્રિમ બુદ્ધિમત્તાના ઉપયોગ સાથે જોડાયેલા તમામ નિર્ણયો અને પરિણામો માટે અમે જવાબદાર રહીએ છીએ.
અમે કૃત્રિમ બુદ્ધિમત્તાનું વિકાસ, અમલીકરણ અને ઉપયોગ કરતી વખતે યોગ્ય માનવીય દેખરેખ રાખીએ છીએ.